માત્ર 5 રૂપિયાની ગુટખા માટે દુકાનદારે એક યુવકનો જીવ લઈ લીધો – જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 7:32 pm, Fri, 11 November 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં નાની નાની બાબતમાં થતો ઝઘડો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને સાવ નાની એવી બાબતમાં ઘણા લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ખાસ કરીને પૈસા અને પ્રેમ સંબંધમાં થતી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં માત્ર 5 રૂપિયાની ગુટખા માટે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ડર નો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ધારદાર વસ્તુ હાથમાં લઈને એક યુવકની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના.

માહિતી અનુસાર 5 રૂપિયાની ગુટકા માટે એક દુકાનદાર દ્વારા એક યુવકની ખૂબ જ જબરદસ્ત જુલાઈ કરવામાં આવી હતી. દુકાનદારે અને તેના બે દીકરાઓએ મળીને યુવકને પકડી લીધો હતો અને ત્યારબાદ લોખંડના સળિયા વડે તેના માથાના ભાગે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર આ ગંભીર શુક્રવારના રોજ બપોરે એટલે કે આજરોજ બની હતી.

મૃત્યુ પામેલા યુવકની બહેનનું 11 દિવસ પહેલા જ બીમારીના કારણે અવસાન થયું હતું અને અત્યારે દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ સુભાષ છે અને તેની ઉંમર 26 વર્ષની છે. તે એક ડ્રગ્સનો વ્યસની હતો. આજરોજ બપોરે 03:00 વાગ્યાની આસપાસ સુભાષ કરણસિંહ નામના વ્યક્તિની દુકાન પર આવ્યો હતો.

અહીં દુકાન પરથી તેને પાંચ રૂપિયાની ગુટકાનું પેકેટ લીધું હતું. જ્યારે દુકાનદારે તેની પાસેથી પૈસા માગ્યા ત્યારે તેને દુકાનદારને ન કહેવાના શબ્દો કીધા હતા અને દુકાનદારને ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ કરણસિંહ પોતાના દીકરા સચિનને ફોન કર્યો હતો.

સચિન લોખંડનો સળીયો લઈને ત્યાં પહોંચી આવ્યો હતો. ત્યારબાદ બંને મળીને સુભાષ ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં સુભાષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. જેના કારણે તે ઘટના સ્થળે જ બેભાન થઈ ગયું હતું. ત્યારબાદ આસપાસના લોકો અને સુભાષના પરિવારના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સુભાષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુભાષને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર 5 રૂપિયાની ગુટખા માટે દુકાનદારે એક યુવકનો જીવ લઈ લીધો – જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*