‘વિજય સંકલ્પ રેલી’માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત સુરતના સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં પોતાની ભાગીદારી બતાવી.

Published on: 7:46 pm, Fri, 11 November 22

2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે. આજથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી અને કરજણ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયા પણ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવાર પત્ર ભરવા માટે પહોંચ્યા હતા.

ઉમેદવારી પત્ર ભરતા પહેલા મનોજ સોરઠીયા એ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં રાઘવ ચઢ્ઢા અને મનોજ સોરઠીયા એ ભગવાનના ચરણોમાં શીશ નમાાવ્યા હતા. આમ આદમી પાર્ટી જીતે તેના માટે બંને ભગવાનને પ્રાર્થના કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને કરજણ વિધાનસભા ઉમેદવાર મનોજ સોરઠીયા મંદિરના મહંતના પણ આશીર્વાદ લીધા હતા.

આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા અને પ્રદેશ મહામંત્રી થતા કરજણ વિધાનસભાના ઉમેદવાર મનોજ સોરઠીયા એ ભગવાનના આશીર્વાદ લીધા બાદ સુરતના કરજણમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય સંકલ્પ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત સુરતના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગુજરાતની જનતા હવે પરિવર્તનના માર્ગે અગ્રસાર છે. તે બતાવવા સુરતના સ્થાનિક લોકો મનોજ સોરઠીને વિજય સંકલ્પ રેલીમાં વિધાનસભા ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા. ગુજરાતી જનતાને હવે સંપૂર્ણ વિશ્વાસ છે કે જો સકારાત્મક બદલાવ જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને મત આપીને જીતાડવી પડશે. ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે ગુજરાતમાં પરિવર્તન માટે કોઈ અલગ પરિશ્રમની નહીં પણ તેમના મત ની જરૂર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘વિજય સંકલ્પ રેલી’માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત સુરતના સ્થાનિક લોકોએ પણ મોટી સંખ્યામાં પોતાની ભાગીદારી બતાવી."

Leave a comment

Your email address will not be published.


*