અમદાવાદમાં રમોલ પોલીસ ચોકી પાસે એક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 3:32 pm, Thu, 10 February 22

અમદાવાદમાં રામોલ પોલીસ ચોકી પાસે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં અહીં કેનાલ રોડ પાસે બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બન્યો ત્યારે ઘરની અંદર પાંચ લોકો સવાર હતા.

તેમાંથી બે લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત દરમિયાન કારની અંદર પાંચ લોકો ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર ત્યારબાદ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર પાંચ મિત્રો પોતાની કાર લઇને ફરવા ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે જામફળવાડી કેનાલ નજીક ઉભેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટના રાત્રે બે વાગ્યે બની હતી. ઘટનામાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જેમાંથી બે મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારમાં હજુ નંબર પ્લેટ પણ ન આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં રમોલ પોલીસ ચોકી પાસે એક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*