નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર સાઈડ પર ઉભેલા ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ…

Published on: 6:45 pm, Wed, 17 November 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં ઘણા લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે હાઈવે પર વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.. મળતી માહિતી અનુસાર નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે સલુણ ઓવરબ્રિજની બરાબર નીચે આજરોજ વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર હાઇવે પર સાઈડ માં ઉભેલા એક ટ્રકની પાછળ DN 09 P 9487 નંબરનો આઈસર ટ્રક ઘૂસી ગયો હતો. તેના કારણે આઈસર ટ્રક ના ભાગી ને ભૂકા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 32 વર્ષીય આઈસર ટ્રક ચાલક પૃથ્વીપાલ ચિબાઈનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતા હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતની જાણ નડિયાદ શહેર પોલીસને કરવામાં આવી હતી.

આસપાસના લોકો દ્વારા ઈજા ગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર સાઈડ પર ઉભેલા ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*