એક મિત્રએ પોતાના મિત્રનો લઈ લીધો જીવ, જાણો શા માટે કર્યું આવું…

Published on: 7:52 pm, Wed, 17 November 21

ચંદીગઢની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક મિત્રે પોતાના મિત્રો નો જીવ લઈ લીધો છે. એક બાઇકના વેચાણ બાદ પૈસાની લેવડ દેવડના વિવાદમાં યુવકે પોતાના જ મિત્રો નો જીવ લઈ લીધો હતો. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળે 10 થી 12 લોકો હાજર હતા. આ ઘટના બની ત્યારે એક યુવક આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યો હતો અને આ વિડીયો તેને પોલીસને બતાવ્યો હતો આ ઉપરાંત આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ નિખિલ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. મૃત્યુ પામેલો યુવક સેક્ટર 32 કોલોની નો રહેવાસી હતો. આરોપી મિત્ર નું નામ અભી હતું અને તેની ઉંમર 20 વર્ષ હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને અભી ની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપી યુવકના પિતાએ પણ આત્મસમર્પણ કર્યું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો નિખિલ અને અભી બંને ઘણા જૂના મિત્ર હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા નિખિલના મિત્ર ચિત્રકાર હતા અને નિખિલ ધોબી ઘાટ પર કામ કરતો હતો. મળતી માહિતી મુજબ થોડાક મહિના પહેલા નિખિલે પોતાની બાઇક અભિને વેચી દીધી હતી. અને બાઇકને લેવડદેવડમાં 2000 રૂપિયા નો વ્યવહાર બાકી હતો.

આ બાબતને લઈને બંને વચ્ચે માથાકુટ થઇ હતી અને મોટો વિવાદ પણ થયો હતો. મળતી માહિતી મુજબ જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે નિખિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો ત્યાર બાદ તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક મિત્રએ પોતાના મિત્રનો લઈ લીધો જીવ, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*