ગુજરાતની અંદર કડકડતી ઠંડી વચ્ચે રેન્કોટ કાઢવાની નોબત આવે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં હાલમાં કડકડતી ઠંડીમાં ઠુઠવાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા
વાતાવરણને જોતા માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગર ના ભેજ ના લીધે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયાકિનારે હવામાનમાં પલટો આવી શકે એવી સંભાવના છે.
17 થી 27 નવેમ્બર સુધી માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરીને જાણ આપવામાં આવી છે. હવામાન વિભાગના મત મુજબ 17 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને
19 મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર બંગાળના ઉપસાગર અને
અરબ સાગરમાં હવામાન પલટો લઈ શકે છે. 6 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર જવાને કારણે 17 થી 20 નવેમ્બર માવઠાની અસર જોવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!