મોરબીના રોહીશાળા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 4:29 pm, Tue, 21 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કાર ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

હકીકતમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર મોરબીના રોહીશાળા નજીક કાર અને ટ્રક વચ્ચે તકરાર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ સેન્ટ્રો કાર ઘૂસી જતાં કાર ચાલકનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને 108ની ટીમે કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃત્યુ પામેલા ડ્રાઇવરનો મૃતદેહ અંદર ફસાયો હતો.

મૃતદેહને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવી પડી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક હળવદ તાલુકાના દેવળીયા ગામનો રહેવાસી હતો. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતમાં ભોગ બનેલી કાર સુરત આરટીઓમાં રજીસ્ટર થયેલી છે.

GJ 05 JK 2907 નંબરની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબીના રોહીશાળા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*