કાર અને ટ્રક વચ્ચે ટક્કર જતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવારે ત્રણ મિત્રોના કરુણ મૃત્યુ…એક જ દિવસે ત્રણ મિત્રોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો…

Published on: 6:17 pm, Wed, 14 September 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે બની હતી. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક કાર ડિવાઇડર સાથે અથડાઈને ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

જ્યારે એક યુવકનો સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ગંભીર અકસ્માત્રી ઘટના આજરોજ વહેલી સવારે સિકરમાં બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

તે લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે મૃત્યુ પામેલા યુવકોની ઓળખ કરીને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.

આ ઘટનામાં 25 વર્ષીય નીતિન, 21 વર્ષીય પ્રતીક અને 25 વર્ષીય રવીન્દ્ર નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. ત્રણેય મિત્રો હતા અને તેઓ સિકરની ડિફેન્સ એકેડેમી માંથી કોચિંગ લઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર નીતિને નામનો યુવક પોતાની કાર લઈને પોતાના બંને મિત્રો સાથે શહેરમાં ફરવા માટે નીકળી ગયો હતો. ત્યારે જયપુર-ઝુનઝુન રોડ તરફ જતી વખતે લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી અનુસાર આગળ જતી કારને ઓવરટેક કરવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ડિવાઇડર સાથે અથડાયા બાદ કાર ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર બે મિત્રોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મિત્રો અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ચાલકની શોધ પણ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાર અને ટ્રક વચ્ચે ટક્કર જતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવારે ત્રણ મિત્રોના કરુણ મૃત્યુ…એક જ દિવસે ત્રણ મિત્રોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*