દર્શન કરવા નીકળેલા પરિવારને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 6 સભ્યોના દર્દનાક મોત… હાઇવે પર ચારે બાજુ લાશો નો ઢગલો થઈ ગયો..!

Published on: 2:04 pm, Thu, 27 October 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર પુરપાડ ઝડપે જતી એક કાર અચાનક જ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર કાર પાંચ વખત પલટી ખાઈ ગઈ હતી અને વીજળીના શામળા સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓ અને 2 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે અકસ્માતમાં અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે પ્રયાગરાજમાં બની હતી. પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, આજરોજ સવારે લગભગ 6.40 વાગ્યાની આસપાસ UP 78 BQ 3601 નંબરની ટવેરા કાર અચાનક જ પલટી ખાઈને ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ હતી.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પરિવારના 10 લોકોમાંથી 6 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે એક 70 વર્ષની મહિલાનું માથું ધડથી અલગ થઈને 10 ફૂટ દૂર જઈને પડ્યું હતું. જ્યારે એક મહિલાનો હાથ શરીરથી અલગ પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આખો પરિવાર વિધ્યાચલ દર્શન કરવા માટે નીકળ્યો હતો.

ત્યારે આજરોજ સવારે હાંડીયા ટોલ પ્લાઝા પાસે અચાનક જ કાર બે કાબુ બની ગઈ હતી અને સ્પીડબેકર સાથે અથડાયને પલટી ખાઈ ગઈ હતી. ચારથી પાંચ વખત પલટી ખાયા બાદ કાર એક વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને અચાનક ઊંઘ આવી જવાના કારણે આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દર્શન કરવા નીકળેલા પરિવારને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 6 સભ્યોના દર્દનાક મોત… હાઇવે પર ચારે બાજુ લાશો નો ઢગલો થઈ ગયો..!"

Leave a comment

Your email address will not be published.


*