માંડ માંડ બચ્યો..! રોડ પર ચાલીને જતા વ્યક્તિને મોત અડીને ચાલ્યું ગયું…જરાક પણ આમ તેમ હોત તો શરીર બે ટુકડામાં કપાઈ જાત… વીડિયો જોઈને આત્મા કંપી ઉઠશે…

Published on: 4:48 pm, Sat, 13 May 23

Viral video: એવું કહેવાય છે કે મૃત્યુ ક્યારે અને કોનું આવે તે કોઈ જાણતું નથી. એટલે એવું નથી કે તમારે સાવચેતી નથી રાખવાની. સાવચેતી રાખવી તો એ ખૂબ જ જરૂર છે. ખાસ કરીને રસ્તા પર ચાલતી વખતે દરેક લોકોને ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. કારણકે ઘણી વખત રસ્તા ઉપર બીજાની ભૂલના કારણે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે.

તમે આવા ઘણા સોશિયલ મીડિયા પર અવારનવાર વિડિયો પણ જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઘડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ મોતથી બચી જતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો કોઇ આરબ દેશનો હોઈ શકે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ વ્યક્તિના કિનારે પોતાની મસ્તીમાં ચાલતો નજરે પડી રહ્યો છે. ત્યારે અચાનક જ તેની ઉપર કાચનો એક મોટો ટુકડો પડે છે. કાચનો ટુકડો વ્યક્તિના ડાબી બાજુ પડે છે.

કાચનો ટુકડો વ્યક્તિની એટલી નજીક પડ્યો કે તેના માથા પર બાંધેલું કપડું પણ ઉતરી જાય છે અને કાચ જમીન પર અડતા જ ધડામ કરતો ફૂટી જાય છે. સદનસીબે આ ઘટનામાં રસ્તા પર ચાલીને જતા યુવકને કંઈ થયું નથી. જો આ કાચનો ટુકડો વ્યક્તિની માથા ઉપર પડ્યો હતો, તેના શરીરના બે ટુકડા થઈ ગયા હોત. વાયરલ થયેલો વિડિયો જોઈને તમારો પણ આત્મા કંપી ઉઠશે.

વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર CCTV IDUOTS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો આ વ્યક્તિને દુનિયાનો સૌથી ભાગશાળી વ્યક્તિ માની રહ્યા છે. વીડિયો જોઈ લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા પણ નજરે પડી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં આઠ લાખથી પણ વધારે લોકો એ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો