બે નરાધમ યુવકોએ મળીને માસુમ કૂતરાની એવી હાલત કરી કે… સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે… વીડિયો જોઈને તમે જ કહો આમાં જાનવર કોણ છે..?

Published on: 5:15 pm, Sat, 13 May 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં મોરવા(Morava) હડફ તાલુકાના મોરા ગામે(Mora village) બે યુવકોએ મળીને એક માસુમ કૂતરાની એવી હાલત કરી કે સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે. બે નરાધમ યુવકોએ મળીને કોઈક વસ્તુ વડે સૌ પ્રથમ માસુમ કૂતરાની(dog’s) ધુલાઈ કરી અને ત્યારબાદ એક દોરડાથી કૂતરાને બાંધીને રોડ ઉપર ઘસડ્યું હતું.

આ ઘટના નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ જીવ દયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે. ત્યાર પછી બંને બાઈક ચાલક અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે જીવદયાપ્રેમીઓએ પોલીસ સ્ટેશનમાં બંને બાઈક સવાર નરાધમ યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. વાયરલ થઇ રહેલો વિડિયો 1 મિનિટ અને 33 સેકન્ડનો છે. જેમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બે યુવકો એક કુતરા ઉપર કોઈ વસ્તુ વડે મન ફાવે તેમ પ્રહાર કરે છે.

ત્યારબાદ એક દોરડાથી કૂતરાના બંને પગ બાંધીને બાઈક પાછળ ઘસડીને લઈ જાય છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો હેરાન થઈ ગયા છે. વીડિયો જોઈને લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને ઘણા લોકો તો ખૂબ ગુસ્સામાં ભરાયા છે અને આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી રહ્યા છે.

બાઈક સવાર બંનેને નરાધમ યુવકોએ શા માટે કુતરા સાથે આવું કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ તો હાલમાં બંને અસામાજિક તત્વોની શોધખોળ કરી રહે છે. બંનેની ધરપકડ થયા બાદ જ આવું કરવા પાછળનું સાચું કારણ જાણવા મળશે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે જ કહો કે આમાં જાનવર કોણ હતું..?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો