પાણીની ટાંકી ઉપરથી નીચે પડતા ધોરણ 10માં અભ્યાસ 18 વર્ષના વિદ્યાર્થીનું મોત… જુઓ મોતનો લાઈવ વીડિયો…

Published on: 3:37 pm, Sat, 13 May 23

આજરોજ વહેલી સવારે 03:00 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ ઘટનામાં 18 વર્ષીય ધોરણ 10 ના વિદ્યાર્થીનું પાણીની ટાંકી ઉપરથી નીચે પડી જવાના કારણે મોત થયું છે. ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટૂંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ડોક્ટરે જણાવ્યું કે, ઉપરથી નીચે પડી જવાના કારણે વિદ્યાર્થીનો ખંભાત તૂટી ગયા છે, કિડની અને મહત્વપૂર્ણ ભાગને નુકસાન થયું છે.

માથાના ભાગે ઇજા પહોંચવાના કારણે માથામાં રક્ત જામી ગયું છે. જેના કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના પાણીની ટાંકીની પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થી પાણીની ટાંકીની ઉપર ચડતો નજરે પડી રહ્યો છે. પાણીની ટાંકીની ઉપર ચડિયાના થોડાક સમય પછી વિદ્યાર્થી ટાંકી ઉપરથી નીચે પડી જાય છે.

આ ઘટના મધ્યપ્રદેશના પીપરીયા માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર 18 વર્ષીય આયુષ નામના યુવાન ના પિતા મહેન્દ્ર ધોલપૂરીયા મ્યુનિસિપલ કર્મચારી છે. તેઓ રાબેતા મુજબ શનિવારના રોજ વહેલી સવારે બ્યુટી પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. સવારે 5:00 વાગ્યાની આસપાસ તેઓ પોતાના પુત્રને લેવા માટે રૂમ પર ગયા હતા, ત્યારે દીકરો પથારી પર ન હતો.

ત્યાર પછી પિતાએ દીકરાને શોધ્યો પરંતુ દીકરાનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. જ્યારે પિતા અન્ય પરિવારના સભ્યો સાથે પાણીની ટાંકી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં નીચે આયુષનું મૃતદેહ મળ્યું હતું. દીકરાના મૃતદેહને જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પાણીની ટાંકી પાસે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે આયુષ ખૂબ જ ઝડપમાં પાણીની ટાંકી ઉપર ચડતો નજરે પડ્યો હતો. ઉપર ચડ્યાના એક મિનિટ પછી આયુષ અચાનક જ પાણીની ટાંકી ઉપરથી નીચે પડ્યો હતો.

હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આયુષનુ મોત થતા જ તેના મિત્રો પણ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. મિત્રોએ જણાવ્યું કે આયુષ ખૂબ જ શાંત અને સંયમિત સ્વભાવનો વિદ્યાર્થી હતો. તે કોઈની સાથે બહુ બોલતો પણ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો