આપણે સોશિયલ મીડિયા પર ઘણા ઉદ્યોગોપતિની જીવનની સફળતાની વાતો સાંભળી હશે. ત્યારે આજે આપણે વધુ એક ઉદ્યોગપતિના જીવનની સફળતા વિશે વાત કરવાના છીએ. એક સમયે ઘરેથી 5000 રૂપિયા લઈને બજારમાં ઉતરેલા આ વ્યક્તિએ આજે પોતાનું કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે.
એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિ વિશ્વના 100 ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં પણ સામેલ છે. તો ચાલો જાણીએ કોણ છે આ ઉદ્યોગપતિ અને શું છે તેમની કંપનીનું નામ. મિત્રો કોઈ પણ શહેર હોય ત્યાં તમને સોંપીને કરવા માટે ડી માર્ટ તો જરૂર મળી રહેશે. આજે ઘણા બધા શહેરોમાં ડી માર્ટના મોટા મોટા મોલ છે. જ્યાં તમને એ ટુ ઝેડ વસ્તુ મળી જશે.
આ ડી માર્ટનું સંચાલન કરનાર વ્યક્તિ એવા રાધાકિશન દામાણીને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મળતી માહિતી અનુસાર તેમની સંપત્તિ 1.43 લાખ કરોડ રૂપિયાની છે. તેમનું પરિવાર મૂળ રાજસ્થાનના બિકાનેરનું છે. રાધાકિશનનો જન્મ 1956માં થયો હતો. તેમનો પરિવાર મુંબઈના એક રૂમના એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
તેમને કોલેજનું એક વર્ષ કર્યું ત્યારબાદ તેમને પોતાની કોલેજ છોડી દીધી હતી. તેમના પિતા સ્ટોક બ્રોકર હતા એટલે તેઓએ પિતાનું અવસાન થયા બાદ પોતાના ભાઈ સાથે મળીને શેર બજારમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને 5000 રૂપિયાનું શેર બજારમાં રોકાણ કર્યું હતું.
પછી તો 1990 સુધીમાં તેમને અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે 1990 માં હર્ષદ મહેતાએ નાણાકીય બજારો હચમચાવી દીધી હતી. ત્યારે રાધાકિશનને તેમાં ભારે એવો નફો કર્યો હતો. શેર બજારમાં અલગ અલગ જગ્યાએ રોકાણ કરીને તેમને સારો એવો પૈસો બનાવી લીધો.
ત્યાર પછી તેમને છૂટક ધંધો કરવાનું વિચાર્યું અને ધીમે ધીમે છૂટા કનો ધંધો શરૂ કર્યો. તેમને 1999 માં રિટેલ બિઝનેસ શરૂ કર્યું હતું અને વર્ષ 2002માં તેમને ડી માર્ટ નો પહેલો સ્ટોર મુંબઈમાં ખોલ્યો હતો. ત્યાર પછી તો તેમની કંપનીના સ્ટોક સતત વધતા રહ્યા અને dmart લોકો વચ્ચે ખૂબ જ જાણીતું બની ગયું. આજે આજે તેમની કંપનીના 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને કુલ 238 સ્ટોર છે. જેમાંથી તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આજે રાધાકિશન દામાણીને દેશમાં રીટેલ બિઝનેસના બાદશાહ પણ ગણવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment