કેરીનું સેવન કર્યા બાદ કોઈપણ દિવસ કેરીની છાલ ફેંકશો નહીં, કારણ કે કેરીની છાલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે – જાણો તેના ફાયદા

Published on: 5:31 pm, Tue, 12 April 22

જ્યારે ઉનાળામાં કાળઝાળ ગરમીની શરૂઆત થાય ત્યારે સૌ લોકોને કેરીની યાદ આવે. કેરી તો “ફૂલોનો રાજા” કહેવાય કે જે આ કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવાનું કાર્ય કરે છે. ત્યારે મનમાં સવાલ થાય છે, કે શું તમે પણ કેરીનો ઉપયોગ અલગ અલગ રીતે કરો છો?? જો હા હોય તો તમે પણ કેરીની છાલને ઉપયોગી સમજો છો??

ત્યારે આવા બધા સવાલો ને લઈને આજે આપણે વાત કરીશું. કેરી વિશે વાત કરીયે તો કેરી સ્વાસ્થ્ય માટે ઉપયોગી નીવડે છે. ત્યારબાદ તેની ગોટલી માંથી ગુજરાતી લોકો મુખવાસ પણ બનાવે છે. અને ખોટું તો શું..એની છાલને પણ એટલી જ ગુણકારી સમજાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સફરજન, નાસપતી જેવા ફળો ની છાલ સાથે સાથે ખાઈ લેતા હોઈએ છીએ અને ટેવાયેલા છીએ પરંતુ કેરીની છાલ કે જેના ઘણા બધા ફાયદા છે.

ફાયદા કહેતા જણાવીશ તો કેરીની છાલ કેન્સર ની સામે લડત આપે છે. અને તો એ કે ઘણા ફળો અને શાકભાજીની છાલ માં ફાઇબર અને ફાઈટોકેમિકલ્સ રહેલો હોય છે,ત્યારે બીજી બાજુ કેરીની ઈચ્છાની વાત કરીએ તો તેમાં મેગનીફેરીન , નોરથેરીઓલ અને રેઝવરેટ્રોલ રહેલું હોય છે.

શું તમારે પણ કેરીની છાલ ના ઉપયોગો જાણવા છે?

તો ચાલો મિત્રો કેરીની છાલ શક્તિશાળી હોય છે,કે જેમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે તમારા ફેફસા, કોલોન, સ્તન, મગજ અને કરોડરજ્જુના કેન્સર સહિતના તમામ રોગોને અટકાવવા માટે લડત આપે છે, જ્યારે તેમાં ટ્રાયપરપેન્સ અને ટ્રાયપરપેનોઇડ્સ પહેલું હોય છે. જે છોડના સંયોજનો તરીકેનું કામ કરે છે, અને તેનાથી કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સામે લડત મેળવી શકીએ છીએ.

તો મિત્રો હવે આપણે કેરીની છાલ ખાવાના ફાયદા જાણીશું..

1. કેરીની છાલમાં વિટામીન-A અને C ભરપૂર માત્રામાં રહેલું હોય છે. તેથી વિટામિન્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિ બનાવવામાં મદદરૂપ નીવડે છે.

2. કેરીની છાલ ની અદભુત તંતુમય ગુણવત્તા તેને મેટાબોલીઝમ બુસ્ટર બનાવે છે, જેનાથી વજન ઘટાડવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે.

3. આતરડાની હિલચાલને પણ સરળ બનાવે છે, ત્યારબાદ પાચન પ્રણાલી ને પણ સરળ રીતે ચાલુ રાખી શકે છે. કેરીની છાલમાં રહેલા હાજર ફાયટોન્યુટ્રીઅંટ્સ મા ચોક્કસ એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા છે,કે જે ચેપી રોગો અને હાનિકારક રોગો સામે લડત આપે છે.

4. લોહીમાં શર્કરાના સ્તરને જાળવી રાખવા માટે કેરીની છાલમાં જોવા મળતા કેટલાક ઘટકો જેવા કે ટ્રાયપરપેન્સ અને ટ્રાયપરપેનોઇડ્સ મદદરૂપ થાય છે.

5. ફ્લેવોનોઇડ્સ નામનું ઘટક કે કેરીની છાલમાં રહેલું હોય છે. તેનાથી વહેલા વૃદ્ધત્વનો પ્રતિકાર થાય છે અને ત્વચા અને ચમક આપે છે.

6. કેરીની છાલમાં મોટે ભાગે તમામ પોષક તત્વો રહેલા હોય છે, કે જે ફળો દ્વારા આપવામાં આવે છે પરંતુ ખાંડને દૂર કરે છે.

7. વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે સૌથી શ્રેષ્ઠ કેરીની છાલ ગણી શકાય. જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ હોવાથી સારી એવી કેલરી મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!