એક માતાએ પોતાના 6 વર્ષના દીકરાનો જીવ લઈને પોતે પણ દુનિયાને કરી દીધી અલવિદા, જાણો સમગ્ર ઘટના…

82

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તાજેતરમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક માતાએ પોતાના 6 વર્ષના બાળકનો ઓશિકા વડે શ્વાસ રોકીને જીવ લઇ લીધો. ત્યાર બાદ માતાએ પણ રૂમમાં જઈને ગળાફાંસો ખાઈને દુનિયાને અલવિદા કરી દીધી.

મળતી માહિતી અનુસાર રુદ્રપુરના ખેડા આઈ ટ્રાનીઝટ કેમ્પસમાં રહેતી એક મહિલાએ મોડી રાત્રે પોતાના બાળકનો ઓશિકા વડે શ્વાસ રોકીને જીવ લઇ લીધો ત્યારબાદ મહિલાએ પણ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

જ્યારે પરિવારના સભ્ય સવારમાં માતાને રૂમમાં લટકતી જોઇ ત્યારે બધા ચોંકી ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને ઘટના ની સંપૂર્ણ માહિતી લીધા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ માતાએ આવું શા માટે કર્યું તેનું હજુ કોઈ કારણ જાણી શકાયું નથી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ત્રણ દિવસ પહેલાની છે. જીવ ટૂંકો કરનાર મહિલાનું નામ કાજલ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. અને તેના પુત્રનું નામ કુલદીપ અને તેની ઉંમર 6 વર્ષની હતી. મળતી માહિતી મુજબ બુધવારે ડિનર કર્યા બાદ બન્ને સુઇ ગયા હતા.

ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી. જ્યારે સવારમાં આ ઘટનાની જાણ પરિવારને થાય ત્યારે પરિવારમાં ભાગદોડ મચી ગઈ હતી અને શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!