બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, માતાની નજર સામે સગા દીકરા નું મૃત્યુ…

59

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજસ્થાનની એક દુઃખ દાયક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં પાલીમાં એક દિકરો અને તેની માતા બંને બાઇક પર જઇ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં એક કારની બાઈક સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા અને દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ સવારના સમયે દીકરો પોતાની માતાને લઈને મેડા જતો હતો.

ત્યારે રસ્તામાં કૃષ્ણાગંજથી થોડે આગળ સરુપગંજ બાજુએથી આવેલી એક કારે બાઇક પર સવાર માતા અને દીકરા ને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં માતા અને દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આસપાસના લોકો દ્વારા બંનેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરાનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુની પરિવારને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!