ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ…

53

ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં સારો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં વરસાદ નો અંત આવી શકે છે આ ઉપરાંત રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 સપ્ટેમ્બર સુધી વરસાદ અનેક વિસ્તારોમાં મન મુકીને વરસ છે.

ગુજરાતમાં વરસાદ ને લઈને આંબાલાલ પટેલે કહ્યું કે હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજ-વીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી છે. આ ઉપરાંત રાજ્યમાં સારા વરસાદ પડવાના કારણે રાજ્યના ડેમમાં પાણીની આવક સારી થઈ ગઈ છે.

નદી-નાળા, સરોવર સહિત ચેકડેમ છલોછલ થતા જળસંકટની મોટી આફત ટળી છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને સિંચાઈ નો મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તે જ વરસાદ મહેરબાન બન્યો હતો અને હજુ પણ રાજ્યમાં આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, જુનાગઢ, સુરત, કચ્છ, નવસારી, વલસાડ અને ભરૂચ માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આપણા ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો તેના કારણે ઘણી જગ્યાએ તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!