માતા બે વર્ષની દીકરીને પેટ સાથે બાંધીને કુવામાં કૂદી ગઈ, માં-દીકરીનું રીબાઈ રીબાઈને મોત…જાણો માતા સાથે એવું તો શું થયું હશે કે તેને…

Published on: 4:48 pm, Sun, 13 November 22

સમગ્ર દેશભરમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણી મહિલાઓ સાસરિયાઓના ટોણાથી પરેશાન થઈને પોતાનું જીવન ટૂંકાવી લેતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં શનિવારના રોજ એક મહિલાએ પોતાની દીકરી સાથે કંઈક એવું પગલું ભર્યું કે આખું પરિવાર દોડતો થઈ ગયું હતું.

આ ઘટના ઇંદોરમાં શનિવારના રોજ બની હતી. ઇન્દોરના વિજયનગરમાં શનિવારના રોજ મોડી રાત્રે 25 વર્ષની એક માતાએ પોતાની બે વર્ષની દીકરી સાથે કુવામાં કૂદી ગઈ હતી. માસુમ દિકરી બચી ન જાય તે માટે માતાએ દીકરીને પોતાની સાડી વડે બાંધી દીધી હતી. રવિવારના રોજ જ્યારે પરિવારના લોકોએ રૂમમાં માં અને દીકરીને ન જોયા એટલે બંનેની શોધખોળ પરિવારના લોકોએ શરૂ કરી હતી.

ત્યારે આજરોજ 11:00 વાગ્યા ની આસપાસ કોઈએ પરિવારના લોકોને જાણ કરી હતી કે મહિલા અને તેની દીકરી કોલોનીના બગીચામાં આવેલા કુવામાં ડૂબી ગયા છે. ઘટનાની માહિતી મળતા જ પરિવારના લોકો તાત્કાલિક ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકોએ મહિલા અને તેની દીકરીને કૂવામાંથી બહાર કાઢી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો બંનેના મૃત્યુ થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

હાલમાં આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ રાની લોધી અને મૃત્યુ પામેલી બે વર્ષની દીકરીનું નામ રાની રિયા હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી રાનીના ભાઈએ જણાવ્યું કે, શનિવારના રોજ રાત્રે તેની બહેન રાની સાથે તેની વાત થઇ હતી. પણ બહેને વધારે વાત કરીને હતી. બસ થોડુંક પૂછ્યું અને પછી ફોન કટ કરી દીધો હતો.

ત્યાર પછી મેં તેને કોલ બેક પણ કર્યો ન હતો. રવિવારના રોજ બહેનના મૃત્યુના સમાચાર મળ્યા હતા. ભાઈ વધુમાં જણાવ્યું કે તેની બેનના લગ્ન પાંચ વર્ષ પહેલા ઇન્દ્રજીત નામના વ્યક્તિ સાથે થયા હતા. ઇન્દ્રજીત નો પરિવાર અશોકનગરનો રહેવાસી છે. તેમને એક મોટી દીકરી જીયા પણ છે. બે વર્ષ પહેલા રિયાનો જન્મ થયો હતો. ત્યારે બહેનના સાસુ-સસરા દીકરીનો જન્મ થયો તે માટે મારી બહેનને ટોણા મારવાનું શરૂ કરે છે.

જ્યારે રિયા એક વર્ષની થાય ત્યારે ખબર પડી હતી કે તેના મગજનો સંપૂર્ણપણે વિકાસ થતો નથી. તેની સારવાર પણ ચાલતી હતી. બહેનને દીકરો ન હોવાથી અને દીકરી દિવ્યાંગ હોવાથી સાસરા તેને સતત ટોણા મારતા હતા. જેના કારણે બહેન ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. રાનીના પરિવારના લોકોએ કહ્યું કે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને રાની એ આ પગલું ભર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા બે વર્ષની દીકરીને પેટ સાથે બાંધીને કુવામાં કૂદી ગઈ, માં-દીકરીનું રીબાઈ રીબાઈને મોત…જાણો માતા સાથે એવું તો શું થયું હશે કે તેને…"

Leave a comment

Your email address will not be published.


*