જમ્મુ કાશ્મીરમાં એક મીની બસ ખીણમાં પડી ગઈ, અકસ્માતમાં 8 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 12:52 pm, Thu, 28 October 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જમ્મુ કશ્મીર એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરૂવારના રોજ એક મોટી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર થાથરીથી ડોડા થઈ રહેલી એક મીની બસ ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં 8 લોકોના કરૂણ મૃત્યુ થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ભરતી માહિતી અનુસાર અત્યારે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે GMC ડોડા ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત આજરોજ વહેલી સવારે બન્યો હતો. મળતી માહિતી અનુસાર એક મીની બસ ઠઠરીથી ડોડા તરફ જઈ રહી હતી ત્યારે બસચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસને ચેનાબ નદીના કિનારે ઊંડી ખાઈમાં ખાબકી હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 10 થી 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તે માહિતીઓ સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

આ સમગ્ર ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય કરી છે અને ઈજાગ્રસ્ત લોકોને 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ અકસ્માત બન્યો ત્યારે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉપરાંત પોલીસ અને બચાવ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બચાવ ટીમ દ્વાર સ્થાનિક લોકોની મદદથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ખીણમાંથી બહાર કાઢ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જમ્મુ કાશ્મીરમાં એક મીની બસ ખીણમાં પડી ગઈ, અકસ્માતમાં 8 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*