સુરતની ખાનગી હોસ્પિટલમાંથી એક વ્યક્તિએ બીજા માળેથી બારીમાંથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે કર્યું આવું

Published on: 5:11 pm, Sat, 11 December 21

સુરત શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાંથી એક વ્યક્તિએ બારીમાંથી કૂદકો લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ત્યારે આ ઘટના બની ત્યારે દર્દીએ તેની પત્નીને કહ્યું કે, ‘જા ડોકટરને બોલાવી લાવ…’, પત્ની પોતાના પતિની વાત સાંભળીને ડોક્ટરને બોલાવવા જાય છે ત્યારે પતિ બારીમાંથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી છે.

આ ઘટના બનતા જ વોર્ડમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટના બનતા જ દર્દીની પત્ની દોડતી થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મનીષભાઈ ઠક્કર છે. એમની ઉંમર 55 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર તેઓને શ્વાસની બીમારી હતી અને તેઓ છેલ્લા 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા મનીષભાઈ અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર ગ્રીન વેલી રેસિડેન્સીમાં રહેતા હતા. મનીષભાઈ ના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરી એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર મનીષભાઈ છેલ્લા કેટલાય સમયથી શ્વાસની બીમારીથી પીડિત થતા હતા. મળતી માહિતી અનુસાર મનિષભાઇ છેલ્લા 18 દિવસથી યુનિક હોસ્પિટલમાં દાખલ હતા. મળતી માહિતી અનુસાર મનિષભાઇની આઈ.સી.યુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.

ત્યારે તેઓ આજરોજ તેમની પત્નીને કહે છે કે જા ડોક્ટરને બોલાવી લાવો. જ્યારે તેમની પત્ની ડોક્ટરને બોલાવવા જાય છે ત્યારે મનીષભાઈ વોર્ડની બારીમાંથી કૂદકો લગાવીને પોતાનું જીવન ટૂંકાવી છે. મનીષ ભાઈના મૃત્યુની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટના બનતા જ આખી હોસ્પિટલ દોડતી થઇ ગઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મનીષભાઈ એ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી.પરંતુ સૂત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે મનીષભાઈ પોતાની બીમારીથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!