જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં એક આખલાએ રોડ પર જઈ રહેલી મહિલા પર કર્યો પ્રહાર – સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

Published on: 4:51 pm, Sat, 11 December 21

જૂનાગઢ શહેરમાં આજરોજ વધુ એક આખલાના ત્રાસ ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં રસ્તા પર જઈ રહેલી મહિલાને એક આખલાએ અડફેટેમાં લીધી હતી અને મહિલાને જમીન પર નીચે પછાડી દીધી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે અન્ય મહિલા એ ઘટનાનો ભોગ બનેલી મહિલાને બચાવી હતી. મળતી માહિતી અનુસાર જોષીપરા વિસ્તારમાં સર્વોદય સોસાયટી પાસેથી ત્રણ મહિલાઓ રસ્તા પર ચાલીને પસાર થઇ રહી હતી.

ત્યારે ચાર રસ્તા ઉપર ઉભેલા ચારેક આખલાઓ માંથી એક આખલાએ રસ્તા પર જઈ રહેલી ત્રણ મહિલા માંથી એક મહિલાને અડફેટેમાં લઇ ને ઉછાળીને જમીન પર નીચે ભડકાવી દીધી હતી.

આ સમગ્ર ઘટના નજીકના મકાન માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં મહિલાનો ચમત્કારી બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ નગરપાલિકા ની કામગીરી ઉપર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

જૂનાગઢના લોકો આખલાઓ ના ત્રાસથી કંટાળી ગયા છે અને આખલાઓ ના ડરના કારણે તેઓ હવે ઘરની બહાર નીકળવાનું પણ ઓછું કરી દીધું છે. આવી જ ઘટના થોડાક દિવસ પહેલાં લક્ષ્મીનગર વિસ્તારમાં પણ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!