સુરતમાં રત્નકલાકારની માત્ર 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… જાણો દીકરી પર એવું તો શું દુઃખ આવી પડ્યું…

Published on: 1:03 pm, Mon, 4 September 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી દીકરીએ સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા આજે દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટના બની ત્યારે દીકરીના માતા-પિતા ઘરે હાજર ન હતા.

જ્યારે ભાઈ બાથરૂમમાં નાહવા માટે ગયો હતો. આ દરમિયાન દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. મૃત્યુ પામેલી દિકરીની ઉંમર માત્ર 12 વર્ષની હતી. આ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

દીકરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં પતરાવાળા મકાનમાં રૂમની અંદર એંગલ પર દુપટ્ટો અને રૂમાલ વડે માત્ર 12 વર્ષની બાળકી એ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ બાળકીના માતા-પિતા દોડતા થઈ ગયા હતા.

વિગતવાર વાત કરીએ તો અનિલ સિંહ રત્ના કલાકાર તરીકે કામ કરે છે અને તેની પત્ની અનુરાધા સિંહ શૂટ કટીંગનું કામ કરે છે. તેમને સંતાનમાં 12 વર્ષની દીકરી બંદના અને 7 વર્ષનો દીકરો શિવા છે. આ ઘટના બની ત્યારે ભાઈ-બહેન ઘરે એકલા હતા. ભાઈ બાથરૂમમાં નાહવા ગયો ત્યારે બહેને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને પછી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ લોકોએ 108ની ટીમને ફોન કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં રત્નકલાકારની માત્ર 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… જાણો દીકરી પર એવું તો શું દુઃખ આવી પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*