મિત્રો સાથે ગોમતી નદીમાં ન્હાવા ગયેલા 14 વર્ષના દીકરાનું કરુણ મોત… 3 બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…

Published on: 3:38 pm, Mon, 4 September 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ ગોમતી નદીમાં ડૂબી જવાના કારણે વિદ્યાર્થીનું મોત થયું છે.

દીકરાનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના ઉત્તર પ્રદેશના સુલતાનપુર માંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 14 વર્ષનો અંકિત ધોરણ આઠમાં અભ્યાસ કર્યો છે. ગઈકાલે રવિવારના રોજ અંકિત બપોરે 2:00 વાગ્યાની આસપાસ તેના ત્રણ ચાર મિત્રો સાથે ગોમતી નદીમાં ન્હાવા માટે ગયો હતો.

અહીં પાણીમાં મોજ મસ્તી કરતી વખતે અચાનક જ અંકિત પાણીમાં ડૂબવા લાગ્યો હતો. અંકિતને પાણીમાં ડૂબતો જોઈને તેના મિત્રોએ બૂમો પાડીને આસપાસના લોકોને ત્યાં બોલાવ્યા હતા. બાળકોની બૂમો સાંભળીને કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી કેટલાક તરવૈયાઓએ નદીમાં જમ્પ લગાવીને અંકિતની શોધખોળ શરૂ કરી દીધી હતી.

આ દરમિયાન અંકિત મૃતદેહ મળી આવ્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલો અંકિત માતા-પિતાનો એકનો એક દીકરો હતો. અંકિતના મોતના કારણે ત્રણ બહેનોએ એકલો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે ગોમતી નદીમાં ન્હાવા ગયેલા 14 વર્ષના દીકરાનું કરુણ મોત… 3 બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*