આમોદ નેશનલ હાઈવે પર ઝડપી ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને કચડી નાખ્યો… પતિની નજર સામે પત્ની અને 10 મહિનાના ભત્રીજાનું કરુણ મોત…

Published on: 12:41 pm, Mon, 4 September 23

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આમોદ નેશનલ હાઇવે નંબર 64 ઉપર બત્રીસી નાળા પાસે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઇક સવાર વ્યક્તિની પત્ની અને ભત્રીજાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.

જ્યારે બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગત જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા આસિફ અસાલી પટેલ તેમજ તેમની પત્ની સબુ અને દસ મહિનાનો ભત્રીજો અહેમદ બાઈક પર સવાર થઈને આમોદથી કાવી તરફ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી આવતા કે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, આસિફની પત્ની અને 10 મહિનાનો ભત્રીજો ફંગોળાઈને ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. આ કારણોસર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા આસિફને સારવાર માટે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલા અને 10 મહિનાના બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના બધા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ટ્રક ચાલકે ઘટના સ્થળથી થોડીક દૂર ટ્રક મુક્યો હતો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમોદ નેશનલ હાઈવે પર ઝડપી ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને કચડી નાખ્યો… પતિની નજર સામે પત્ની અને 10 મહિનાના ભત્રીજાનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*