સુરતથી આવેલા એક પતિએ ભાવનગરમાં પોતાની પત્નીનો જીવ લઇ લીધો, ત્યારબાદ પોતે પણ જીવ ટૂંકો કરવાનો કર્યો પ્રયાસ – જાણો સમગ્ર મામલો

Published on: 11:14 pm, Thu, 4 November 21

ભાવનગરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાવનગર માં સાત જન્મ સુધી સાથ આપવાનું કહેનાર એક પ્રેમી પતિએ પોતાની પ્રેમિકા પત્નીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર ભાવનગર માં સરિતા સોસાયટી શેરી નંબર 6 માં રહેતી ચાર્મી પ્રવીણભાઈ નાવડિયાએ 3/09/2020 માં પોતાના પ્રેમી વિશાલ ભુપતભાઈ વાઘેલા નામના યુવક સાથે લવમેરેજ કર્યા હતા.

લવ મેરેજ કરીને યુવતી તેના પતિ સાથે સુરતમાં રહેતી હતી. પ્રેમના ખોટા વાયદા આપનાર વિશાલ લગ્ન બાદ થોડાક દિવસોમાં જ ચાર્મીને પરેશાન કરવા લાગ્યો હતો. જેના કારણે દિવસે ને દિવસે બંને વચ્ચે માથાકૂટ વધતી જતી હતી.

ત્યારે ચાર્મી થી આ બધું સહન ન થયું અને તે 20 દિવસ પૂર્વે પતિને છોડીને ભાવનગર પોતાના પિતાને ઘરે આવી હતી. વિશાલ પણ તેની પાછળ પાછળ આવ્યો હતો અને તેને પરેશાન કરતો હતો. તેના કારણે ચાર્મી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી.

મળતી માહિતી અનુસાર જ્યારે ચાર્મી પોતાના ઘરે એકલી હતી ત્યારે વિશાલ તેના મિત્રો સાથે ચાર મહિના ઘરમાં ઘૂસીને ચાર્મી સાથે માથાકૂટ કરી હતી. બંને વચ્ચે માથાકૂટ ખૂબ જ વધી જતા વિશાલે ગુસ્સામાં આવીને ચાર્મીનો જીવ લઇ લીધો હતો. અને ત્યાર બાદ પોતે પણ પોતાનું જીવન ટૂંકું કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ સમગ્ર ઘટના સોસાયટીના અન્ય બે મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના પડોશીના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી.

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત વિશાલને 108 મારફતે હોસ્પિટલ લઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર વિશાલ ની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને ચાર મહિના પરિવારજનોએ વિશાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતથી આવેલા એક પતિએ ભાવનગરમાં પોતાની પત્નીનો જીવ લઇ લીધો, ત્યારબાદ પોતે પણ જીવ ટૂંકો કરવાનો કર્યો પ્રયાસ – જાણો સમગ્ર મામલો"

Leave a comment

Your email address will not be published.


*