જામનગર શહેરના પવનચક્કી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં અચાનક લાગી આગ, દુકાનમાં ભારે નુકસાન…

Published on: 11:35 pm, Thu, 4 November 21

જામનગર શહેરમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જામનગર શહેરમાં આવેલા પવનચક્કી વિસ્તાર પાસે મહેર ના કાંઠે આવેલા નમકીનના એક ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી ઉઠી હતી.

આગ લાગતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ બે વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગોડાઉનમાં લાગેલી આ આગ પર કાબુ લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને કોઈ નાની-મોટી ઇજા પહોંચી નથી.

ઉપરાંત આ ઘટનાની જાણ થતા વિસ્તારના કોર્પોરેટર ધવલ નંદા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ગોડાઉનમાં નમકીન નો જથ્થો મોટા પ્રમાણમાં ભરેલો હોવાના કારણે આજે એક વિકારળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

દિવાળીના દિવસે જ ગોડાઉનમાં આગ લાગતાં ગોડાઉનના માલિક સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ગોડાઉનમાં આગ લાગવાના કારણે પવન ચક્કી નાકા પાસે નો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં ગોડાઉનમાં ભારે નુકસાન થયું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા મહામહેનતે ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. લઘટના જ્યારે બની ત્યારે આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત ઘરની બે ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં નમકીનનો જતો ભરેલો હતો અને અચાનક જ શોર્ટ સર્કિટ થવાના કારણે ગોડાઉનમાં આગ લાગી ઓછી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગર શહેરના પવનચક્કી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં અચાનક લાગી આગ, દુકાનમાં ભારે નુકસાન…"

Leave a comment

Your email address will not be published.


*