પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત થી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય લીધો હતો.
કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલમાં દસ રૂપિયાની એક્સાઇઝ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પણ પેટ્રોલ પર સાત રૂપિયા અને ડીઝલ પર સાત રૂપિયાનો વેટ ઘટાડ્યો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે પેટા ચૂંટણીમાં પરાજય બાદ સરકારની ઊંઘ ઊડી છે.
આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડો છે. જો સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલ 50 રૂપિયામાં મળી શકે છે. પેટ્રોલ-ડીઝલનો સરકારે જીએસટીમાં સમાવેશ કરવો જોઈએ.
પેટ્રોલ-ડીઝલની કિંમત સો રૂપિયા થી ઓછી થઈ ગઈ છે. નવો ભાવ મધ્ય રાત્રીથી જ અમલી બની ગયો છે અને આ સાથે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા 13 પૈસા અને ડીઝલનો ભાવ 89 રૂપિયા 12 પૈસા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!