ધોલેરા પાસે એક ઇક્કો કાર અને બાઈક વચ્ચે થયું જોરદાર અકસ્માત, અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ…

Published on: 12:55 pm, Tue, 7 September 21

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે અને ઘણા અકસ્માતો આખાને આખા પરિવાર પોતાનો જીવ ગુમાવે છે.

ત્યારે ધોલેરા પાસે આવેલા કાદીપુર ગામની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાદીપુર આ ગામના પાટિયા પાસે એક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બાઇક સવાર રાજુભાઈ ચાવડા ઉમર 35 વર્ષ તેઓને અકસ્માત દરમિયાન ગંભીર ઈજા પહોંચી હતી.

અને તેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઉપરાંત અકસ્માત બન્યો ત્યારે ઇકો કાર ચાલક ઘટના સ્થળે જ પોતાની કાર મુકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ થતા ધોલેરા થી 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને યુવકના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને યુવકના પરિવારને જાણ થતા યુવકના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!