હોસ્પિટલમાં નર્સિંગ વર્કર તરીકે કામ કરતી યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો… સુસાઈડ કરતા પહેલા ફોન પર પોતાના બોયફ્રેન્ડને કંઈક એવું કીધું કે…

Published on: 12:05 pm, Sun, 3 September 23

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે શનિવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, યુવતીએ સુસાઇડ કર્યું તે પહેલા તેને તેના બોયફ્રેન્ડ સાથે માથાકૂટ થઇ હતી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી યુવતીનો મોબાઇલ કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલી યુવતીનું નામ કૃષ્ણા રાય હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. આ ઘટના રાજસ્થાનના ઉદયપુરમાંથી સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે, કૃષ્ણા રાય એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ વર્ક કરતી હતી અને તે હોસ્ટેલ રૂમમાં ગીતા નામની યુવતી સાથે રહેતી હતી. એક વર્ષ પહેલા કૃષ્ણાની મિત્રતા દીપક નામના યુવક સાથે સોશિયલ મીડિયા પર થઈ હતી. ત્યાર પછી બંને એક હોસ્પિટલ પાસે રૂમ લઈને સાથે રહેવા લાગ્યા હતા. દિપક જ્યોતિષ ઉપર શંકા કરતો હતો અને તેને હેરાન કરતો હતો. બંને વચ્ચે માથાકૂટ થતા કૃષ્ણા હોસ્ટેલમાં પાછી રહેવા માટે ચાલી ગઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે શુક્રવારના રોજ દીપક કૃષ્ણા સાથે ફોન પર વાત કરતો હતો. આ દરમિયાન દિપકે કૃષ્ણાના માતા પિતાને કોન્ફરન્સમાં લીધા હતા. ત્યારબાદ દીપકે કૃષ્ણાના માતા-પિતાને ફોન પર ન કહેવાનું કીધું હતું. ત્યારબાદ કૃષ્ણા રાય નાઈટ ડ્યુટીમાં હોસ્પિટલ ચાલી ગઈ હતી. સવારે તે પાછી પોતાના રૂમ પર આવી હતી.

જ્યારે બપોરે તેની રૂમ પાર્ટનર ગીતાએ તેને કેન્ટીનમાં નાસ્તો કરવાનું કહ્યું ત્યારે તેને નાસ્તો કરવાની ના પાડી હતી. લગભગ બપોરે 1:00 વાગ્યાની આસપાસ કૃષ્ણા અને દિપક વચ્ચે ફોન પર બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ કૃષ્ણાએ દીપકને સુસાઇડની ચેતવણી આપીને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ દીપકે આ વાતની જાણ ગીતાને કરી હતી. પછી ગીતા કૃષ્ણાને ફોન કરતી હતી, પરંતુ તે ફોન ઉપાડતી ન હતી.

ત્યારબાદ ગીતાએ આ વાતની જાણ હોસ્ટેલના વોર્ડન કરી હતી. પછી યુવતીના રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. ત્યારબાદ દરવાજામાં કાણું પાડીને અંદર જોવામાં આવ્યું ત્યારે યુવતીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રૂમનો દરવાજો તોડ્યો હતો અને પછી ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી યુવતીને નીચે ઉતારીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યાં હાજર ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. પછી પોલીસે યુવતીનો મોબાઇલ કબજે લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દીકરીના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હોસ્પિટલમાં નર્સિંગ વર્કર તરીકે કામ કરતી યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો… સુસાઈડ કરતા પહેલા ફોન પર પોતાના બોયફ્રેન્ડને કંઈક એવું કીધું કે…"

Leave a comment

Your email address will not be published.


*