ઝડપી કાર ચાલકે માત્ર 5 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો…બાળકનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

Published on: 12:29 pm, Sun, 3 September 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જણાની ભૂલ અથવા તો બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે 5 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ અકસ્માતની ઘટના ગઈકાલે રાત્રે બની હતી. આ ઘટનામાં એક ઈ-રીક્ષાને અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. જાણવા મળી રહ્યું છે કે કાર ચાલક બેદરકારી પૂર્વક કાર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એક મહિલા અને બે પુરુષો ઇજાગ્રસ્ત થયા છે.

જ્યારે 5 વર્ષના માસુમ બાળકનું અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના મધ્યપ્રદેશના દેવાસના મધુમિલન ચોક પાસે બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, એક પરિવાર ઈ-રિક્ષામાં બહાર ગામ ગયો હતો. આ દરમિયાન રાત્રે લગભગ 11:00 વાગ્યાની આસપાસ એક ઝડપી કારે ઈ-રિક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં ઈ-રિક્ષામાં સવાર આશિષ,આનંદ અને આરતી નામના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 5 વર્ષનો યસ નામનો બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ યશને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે યશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખો શરૂ કરી દીધી છે. માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કાર ચાલકે માત્ર 5 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો…બાળકનું રિબાઈ રિબાઈને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*