રસોઈ બનાવતી વખતે અચાનક ગેસનો બાટલો ફાટતાં, માતા અને 3 બાળકોના મૃત્યુ…

122

મુઝફ્ફરપુર(બિહાર): બિહારની એક દુઃખદ ઘટના સામે આવી છે, બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુર ની એક મોટી દૂર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગેસ સિલિન્ડર ફાટતા 4 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત લોકોને શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર મુઝફ્ફરપુર જિલ્લાનાં નંદન ગામમાં રસોઈ કરતી વખતે અચાનક ગેસ નો બાટલો ફાટ્યો હતો. તેના કારણે ઇજાગ્રસ્ત 3 બાળકો અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અને સારવાર દરમિયાન 3 બાળકો અને તેની માતાનું મૃત્યુ થયું છે. આસપાસના સ્થાનિક લોકોએ પાણી અને માટી ફેંકીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલા બાળક અને તેની માતા નું નામ સામે આવ્યું છે. જેમાં 2 વર્ષનો વિવેક, 4 વર્ષનો આદિત્ય, 6 વર્ષની દીપાંજલિ અને 27 વર્ષના શોભાબેન નામની મહિલાનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે તેમને શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મોડી રાત્રે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે મહિલાએ પોતાના બાળકોને ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો ન ખૂલ્યો અને બાળકો પણ આ ઘટનાનો ભોગ બન્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!