અમદાવાદ(ગુજરાત): અમદાવાદના(Ahmedabad) ઘાટલોડિયા વિસ્તારની એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના ઘાટલોડિયા(Ghatlodia) વિસ્તારમાં કે.કે.નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાત્રે કારખાનામાં કામ કરતાં ત્રણ કારીગરો કારખાના નો દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા.
પરંતુ રાત્રે બનાવવાના ઓવનની સ્વીચ ચાલુ રહી ગઈ હતી. જેના કારણે કારખાનામાં સૂઇ રહેલા તેણે યુવકોને ગૂંગળામણ થી મૃત્યુ થયા છે આવી જાણકારી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે.
જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થાય ત્યારે પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ પણ પોલીસની સાથે જ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને FSL ની મદદ લઈને આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય યુવકોના પણ સામે આવ્યા છે.
કારખાના ની અંદર સુઈ રહેલા હસન ઈબ્રાહીમ તથા અસ્લમ નામના ત્રણ વ્યક્તિઓનું ગૂંગળામણના કારણે મૃત્યુ થયું છે. પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસનું કહેવું છે કે ત્રણેય યુવકોના ઓવનની સ્વીચ શરૂ રહી જવાના કારણે ગૂંગળામણથી મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!