સમાચાર

નવસારીમાં પિતાએ પોતાના 4 વર્ષના દીકરાને ધાબા પરથી નીચે ફેંકી દીધો, પછી પિતાએ કંઈક એવું પગલું ભર્યું કે… હિંમતવાળા લોકો જ આખી ઘટના વાંચજો…

ગુજરાતના નવસારી શહેરમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હેવાન બનેલા સગા બાપે પોતાના સાડા ચાર વર્ષના દીકરાને અગાસી ઉપરથી નીચે ફેંકી દીધો હતો. આ કારણોસર દીકરાનું દર્દનાક મોત થયું હતું. ત્યારબાદ પિતાએ પણ સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ સમગ્ર શહેરમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર મોનિકા નામની યુવતી અને રાકેશ ગોસ્વામી નામના યુવકના લગ્ન 2016 માં થયા હતા. જેમાં તેમને જોડિયા બાળકોનો જન્મ થયો હતો. છેલ્લા આઠ મહિનાથી મોનિકા અને રાકેશ ગોસ્વામી વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે રાકેશ ગોસ્વામી ઘણા સમયથી મુંબઈમાં રહીને ખાનગી નોકરી કરતો હતો. આ દરમિયાન પત્નીએ પોતાના પતિ પાસે છૂટાછેડા ની માંગણી કરી હતી. ત્યારે રાકેશ ગોસ્વામી પોતાના દીકરાને પોતાની પાસે રાખવાની યોજના બનાવીને ગઈકાલે મુંબઈથી નવસારી આવ્યો હતો.

પછી પોતાના દીકરા પાસે પહોંચ્યો હતો. લગભગ 12:00 વાગ્યાની આસપાસ રાકેશ ગોસ્વામી એ પોતાના દીકરાને ઉપાડી લીધો હતો. જેથી મોનિકા ગોસ્વામીએ આ વાતની જાણ પોલીસને કરી દીધી હતી. પછી તો ટાઉન પોલીસે આ મામલાની ગંભીરતા જોઈને પોતાની ચાર ટીમને કામ પર લગાડી દીધી હતી અને રાકેશ ગોસ્વામી અને તેના દીકરાની શોધખોળ શરૂ કરી દીધી હતી.

આ દરમિયાન પોલીસને ખબર પડી કે બિલ્ડીંગના ધાબા પર કઈ હલચલ દેખાઈ રહી છે. જેના કારણે પોલીસના માણસો સિવિલ ડ્રેસમાં ચોથા માળે પહોંચ્યા હતા. ત્યારે પોલીસને જાણ થઈ કે બાળકને ધાબા પરથી નીચે નાખી દીધો છે. એટલે પોલીસ તાત્કાલિક નીચે દોડી આવી હતી.

બાળક નીચે પડ્યો તેની થોડીક વાર બાદ પિતાએ પણ ઉપરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ કારણોસર બંનેનું કરુણ મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દુઃખદ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *