કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષના દીકરાનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવારજનોનું હૈયાફાટ રૂદન…

ગુજરાતમાં વધુ એક નાની ઉંમરના યુવકનું ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ દુઃખદ ઘટના કપડવંજ માંથી સામે આવી રહે છે. અહીં ગરબા રમતા 17 વર્ષના કિશોરને અચાનક જ હાર્ટ એટેક આવ્યો તો આ કારણોસર તેનું મોત થયું છે. મૃત્યુ પામેલા કિશોરનું નામ વીર શાહ હતું.

વીર રાત્રિના સમયે કપડવંજમાં ગરબા રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેના નાકમાંથી બ્લીડિંગ થવા લાગ્યું હતું. પછી વેરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે વીરની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, 17 વર્ષના વીરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

માત્ર 17 વર્ષના દીકરાનું હાર્ટ એટેક આવતા મોત થતા નવરાત્રીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા લેતા હોય છે.

તો દરેક ગરબા લેતા લોકોને એક સૂચના છે કે ગરબા લેતી વખતે શરીરમાં કોઈ પણ પ્રકારનું દબાણ લાગે એટલે તરત જ કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવ્યા વગર ડોક્ટર પાસે ચેકઅપ માટે જજો. આ ઉપરાંત પાણી પીવાનો આગ્રહ વધારે રાખજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*