સમાચાર

વધુ એક યુવકનું ગરબા રમતા-રમતા કરુણ મોત… સુરતમાં 26 વર્ષના યુવકનું ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મોત…

ગુજરાત રાજ્યમાં સતત વધતા હાર્ટ એટેકના બનાવનાર કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા યુવક હોય ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

સુરતમાં ગરબા રમતી વખતે 26 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના ગઈકાલે સુરતમાં પલસાણા વિસ્તારની સર્વોદય સોસાયટીમાં બની હતી. અહીં એક યુવાન ગરબા રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો.

પછી સોસાયટીના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવાનને તાત્કાલિક ત્યાંથી ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનની તપાસ કરી આબાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નવરાત્રીના ખુશીઓના તહેવારમાં કુટુંબનો કુળદીપક અચાનક જ બુજાઈ જતા સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે. દીકરાના મોતના સમાચાર મળ્યા બાદ તેના માતા પિતાએ હૈયાફાટન કર્યું હતું. મૃત્યુ પામેલા 26 વર્ષના યુવકનું નામ રાહુલભાઈ બુધિયાભાઈ રાઠોડ હતું. આ ઘટના ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ રાત્રિના સમયે બની હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. એટલા માટે સૌ કોઈ લોકોને જણાવવા માંગીએ છીએ કે ગરબા રમતી વખતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખજો. જો શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તરત જ ડોક્ટર પાસે પહોંચી જાજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *