ગોંડલ નજીક કાર અને વાન વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, વાનમાં સવાર પરિવારની લાડલી દીકરીનું મૃત્યુ..

Published on: 1:25 pm, Sun, 12 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર હોય છે. ત્યારે રાજકોટમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર શેમાળા ગામ નજીક એક મારૂતી વાનને પાછળથી બીજી કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાનમાં બેઠેલી એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ કારણોસર યુવતીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટનામાં યુવતીના માતા-પિતા અને તેના ભાઈનો બચાવ થયો હતો તેમને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે, કારની ટક્કર બાદ વાન 3 ગોથા ખાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ગોંડલમાં રહેતા પરેશભાઈ દેસાઈ ગઈકાલે ગોંડલથી મારુતિવાનમાં પોતાની પત્ની કૈલાશબેન, દીકરી ધારા અને દીકરા યશને બેસાડીને રાજકોટ સંબંધીના ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન શેમળા ગામના પાટિયા પાસ તેમની વાનને પુરપાટ ઝડપે આવતી એક કારે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં દીકરી ધારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક ગોંડલ લઈ જવામાં આવી હતી.

ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ ધારાનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટનામાં ધારા ના માતા પિતા અને તેના ભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધારાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માતા-પિતાની લાડલી દીકરીનું મૃત્યુ થતાં પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીજી અકસ્માતની ઘટના, રાજકોટમાં રહેતા 20 વર્ષીય યશ નામના યુવકની બાઇક સ્લીપ થતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. યશનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલ નજીક કાર અને વાન વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, વાનમાં સવાર પરિવારની લાડલી દીકરીનું મૃત્યુ.."

Leave a comment

Your email address will not be published.


*