ધન્ય છે આ દીકરાને…! માતા-પિતા કામ નથી કરી શકતા, ત્યારે દિકરો આજે નાની ઉંમરે દિવસ-રાત કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે…

Published on: 1:11 pm, Sun, 12 June 22

જીવન જીવવાના બે પાસા હોય છે સુખ અને દુઃખ. તો કેટલાય લોકો સુખમાંથી જીવન જીવી જતા હોય છે, તો કેટલાકના જીવનમાં ક્યારેય સુખ આવતું જ નથી. ઘણા એવા લોકો છે જેમને સપનામાં કદી વિચાર્યું ના હોય તેવા દિવસો જોવા મળતા હોય છે. ઘણા લોકોની એવી મજબૂરી બની જતી હોય છે કે જેનાથી તેમનું જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે.

આજે અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ એ પરિવારમાં માત્ર પતિ-પત્ની અને એક દીકરો જ રહે છે.આ પરિવારની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પરિવારનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.હાલ તો આ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. આ પતિ-પત્નીથી કામ થતું નથી એવામાં દીકરો નાની ઉંમરે કામ કરવા મજબૂર બન્યો છે.

આ દીકરાને ભણવાના સમયે કમાવા જવું પડે છે, ત્યારે આ દીકરો પોતાનાં માતા-પિતાનું ગુજરાન ચાલી શકે તે માટે કામ કરીને મહિને 4000 રૂપિયા લાવી છે અને તેનાથી જ પરિવારનું ગુજરાન ચાલે છે. હાલ તો આ પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. પરિવારની સ્થિતિ એટલી ગંભીર બની છે કે દીકરાની શાળાની ફી પણ ભરી શકતા નથી અને ખાવા-પીવામાં પણ ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે.

પરિવાર વિશે વાત કરીશું તો પરિવારમાં માતા-પિતા અને દીકરો એમ ત્રણ વ્યક્તિ રહે છે.જેમા દિકરાની ફી પણ માતા-પિતા તેમના સંબંધીઓ પાસેથી માંગીને ભરે છે. માતાની વાત કરીશું તો માતા થાઈરોઈડ જેવા ગંભીર બિમારીથી પિડાતા હોવાથી તેમનાથી માત્ર ઘરનું કામ થઈ શકે છે અને પિતા તેમને પગમાં ઇજાઓ થવાથી કંઈ પણ કામ કરી શકતા નથી.

તેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની ઉંમરે પણ દીકરો કામ કરવા મજબૂર બન્યો છે. આ પરિવાર વિશે જ્યારે એક યુવકને જાણ થઈ કે સાથે જ તે આ પરિવારને મદદ કરવા માટે દોડી ગયો હતો. જ્યારે આ યુવકે આ પરિવારની પરિસ્થિતિ જાણી ત્યારે તે પણ ખુબ જ ભાવુક થઈ ઉઠ્યો.

તેણે આ પરિવારની ખાવાપીવા માટે કરિયાણાની મદદ કરી જેનાથી તેમને એક ખાવા-પીવામાં તકલીફ ન પડે. યુવકે આવું સેવાકીય કાર્ય કરીને સમાજમાં માનવતા મહેકાવી છે, ત્યારે કહી શકાય તો હજુ પણ મદદ કરવાની ભાવના દાખવનાર વ્યક્તિઓ છે કે જેઓ આવા સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધન્ય છે આ દીકરાને…! માતા-પિતા કામ નથી કરી શકતા, ત્યારે દિકરો આજે નાની ઉંમરે દિવસ-રાત કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે…"

Leave a comment

Your email address will not be published.


*