લગ્ન પ્રસંગમાં એક કોફી મશીન અચાનક ફાટતા સર્જાઈ મોટી દુર્ઘટના, એક વ્યક્તિનું મૃત્યુ…

Published on: 4:55 pm, Fri, 26 November 21

મધ્યપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં યોજાતા એક લગ્ન પ્રસંગમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં એક લગ્ન પ્રસંગમાં કોફીમશીન અચાનક ફાટ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દસ વરસની એક બાળકી સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર માસૂમ બાળકીની હાલત ખુબ જ નાજુક છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના પાછળનું કારણ કોફી મશીનમાંથી પ્રેશર ન નીકળવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના 25 નવેમ્બરના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે લગ્નમાં કોફી બનાવવામાં આવી રહી હતી ત્યારે લગ્નમાં આવી રહેલા મહેમાનો કોફી પીવામાં મશગુલ હતા. આ દરમિયાન કોફી નું મશીન અચાનક ઘટે છે અને ત્યાં લગ્નમાં હાજર લોકો ચોંકી ઉઠે છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગોપાલ બંજારા (40 વર્ષ) અને અંશિકા (10 વર્ષ) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં લોકોએ 108ને બોલાવી ને ઈજા ગ્રસ્ત લોકોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ આ સમગ્ર દુર્ઘટનામાં ગોપાલ બંજારા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું પામ્યા હતા. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં ભોગ બનેલી બાળકીની હાલત ખુબ જ ગંભીર છે. હાલમાં બાળકીની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!