અમીરગઢ પાસે કન્ટેનર અને પીકઅપ વાહન વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત, 1 નું મૃત્યુ…

Published on: 11:14 am, Sat, 27 November 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમીરગઢ પાસે ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક બનેલી એક અકસ્માતમાં કરૂણ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર માવલ પાસે એક પિકઅપ વાહને કન્ટેનર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ વહેલી સવારે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવી રહેલો એક પીકઅપ વાહન અને કન્ટેનર વચ્ચે રાજસ્થાનના માવલ નજીક ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પિકઅપ વાહનમાં સવાર સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હજુ સુધી જાણવા નથી મળ્યું કે આ ઘટના કોની ભૂલના કારણે બની હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમીરગઢ પાસે કન્ટેનર અને પીકઅપ વાહન વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત, 1 નું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*