હે રામ..! વડોદરા નેશનલ હાઇવે પર કન્ટેનર પાછળ ઘૂસી ગઈ કાર, એક સાથે પાંચ વ્યક્તિના મૃત્યુ, હવે આ નાની દીકરી નું કોણ?

વડોદરામાં નેશનલ હાઈવે પર એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. તરસાલી તરફ કારમાં જતા પટેલ પરિવારને એક મોટો અકસ્માત નડ્યો છે

જેમાં રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ ગાડી ઘૂસી જતા આ અકસ્માત થયો છે ને આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર મોડી રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો

જેમાં શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પાટીદાર પરિવાર પોતાના વતન રાજપીપળા ગયો હતો જાતિ પરત આવતી વખતે રાત્રે હાઇવે ની સાઇડ ઉપર ઊભેલું નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘૂસી ગઈ અને અકસ્માત થયું જેમાં પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા છે.

મૃતકોના નામ પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ ઉર્વશીબેન પટેલ ભૂમિકાબેન પટેલ અને લવ પટેલ છે. ચારે ચાર વર્ષે બાળકીનો આબાદ બચાવ થયો હતો જેનું નામ અસ્મિતા પટેલ છે. બનાવની જાણ થતા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*