ધાર્મિક પ્રસંગમાં જઇ રહેલા પરિવારની કાર કડું કેનાલ પાસે પલટી ખાઈ જતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ…

Published on: 12:23 pm, Fri, 25 March 22

સુરેન્દ્રનગરમાં બનેલી એક દુઃખદાયક આ ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજયા છે. મળતી માહિતી અનુસાર પરિવારે દેદાદરા ગામએ ધાર્મિક પ્રસંગમાંથી આવતો હતો.

ત્યારે તેમની કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાંએક પુરૂષ, એક બાળક અને બે મહિલાના મૃત્યુ થયા છે.  મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદથી આવતા પરિવારને ગંભીર અકસ્માત નડયો હતો.

અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ અકસ્માતની ઘટનામાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પરિવાર અમદાવાદ રાણીપ વિસ્તારમાંથી દેદાદરા ગામ ધાર્મિક પ્રસંગોમાં આવતો હતો.

આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા. ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા બાળકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતની ઘટનામાં 37 વર્ષીય સોહનભાઈ બલભદ્રભાઈ ભટ્ટ, 8 વર્ષીય કીર્તન સોમભાઈ ભટ્ટ, 50 વર્ષીય રીટાબેન ગોકુળદાસ જોશી અને 22 વર્ષીય અંજલી ગોકુળદાસ જોશીનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધાર્મિક પ્રસંગમાં જઇ રહેલા પરિવારની કાર કડું કેનાલ પાસે પલટી ખાઈ જતાં સર્જાયો ગંભીર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*