સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીએ કરી હીરાના ગણપતિની સ્થાપના… હીરાના ગણપતિની કિંમત છે આટલા કરોડ રૂપિયા…

Published on: 3:08 pm, Wed, 31 August 22

મિત્રો આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આજનો દિવસ આખી દુનિયામાં ગણેશ સ્થાપના તરીકે દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને લગભગ 16 વર્ષ પહેલા 27 કેરેટ નો રિયલ ડાયમંડ નો એક હીરો મળી આવ્યો હતો.

આ ડાયમંડ નો આકાર ગણપતિ આકારનો હોવાના કારણે પરિવારના લોકોએ ડાયમંડ પોતાના ઘરે જ રાખ્યો હતો. ગણપતિ સ્થાપના દિવસના દિવસે તેઓ સ્થાપના વિધિ કરતા હોય છે. મળતી માહિતી અનુસાર હાલના બજાર ભાવ પ્રમાણે આ હીરાના ગણપતિની કિંમત 500 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આજનો દિવસ દેશ અને દુનિયામાં ધૂમધામ થી ઉજવવામાં આવે છે. ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં રીયલ ડાયમંડના ગણપતિ ની સ્થાપના કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને લગભગ 16 વર્ષ પહેલાં દલાલીના સમયના કામમાં તેમને એક પેકેટમાંથી હીરો મળી આવ્યો હતો.

આ હીરાનો આકાર ભગવાન શ્રી ગણેશ જેવો છે. તેથી આ પરિવારે હીરો સાચવી રાખ્યો હતો અને ગણેશ ચતુર્થીના દિવસે તેઓ સ્થાપના વિધિ કરતા હોય છે. મળતી માહિતી અનુસાર હીરાને પરિવારે ડાયમંડ ઓફ ઇન્ડિયામાં તપાસ કરાવતા તે નેચરલ ડાયમંડ છે તેવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સિંગલ પીસ હોવાનું સર્ટીફીકેટ પણ પરિવાર પાસે છે.

આ હીરાની કિંમત આજના બજાર ભાવ પ્રમાણે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. છેલ્લા 16 વર્ષથી પરિવાર આ હીરાને સાચવીને રાખે છે. આજના દિવસે પરિવાર તેની સ્થાપના કરે છે અને દસ દિવસ બાદ ડાયમંડને દૂધમાં ધોયા બાદ ફરીથી લોકરમાં મૂકી દેવામાં આવે છે. હાલમાં આ વાતની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીએ કરી હીરાના ગણપતિની સ્થાપના… હીરાના ગણપતિની કિંમત છે આટલા કરોડ રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*