બાઈક પર જઈ રહેલા દિયર-ભાભીને સિમેન્ટના ટ્રેલરે કચડી નાખ્યા, બંનેના ઘટના સ્થળે મૃત્યુ…એક હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

Published on: 2:46 pm, Wed, 31 August 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરના નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર બપોરના સમયે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં રાજસ્થાનના પાર્સિંગના સિમેન્ટના ટ્રેલર ચાલકે બાઈક પર સવાર મહિલા અને એક પુરુષને અડફેટમાં લીધા હતા.

આ ઘટનામાં બાઈક પર સવાર મહિલા અને પુરુષના બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને દિયર અને ભાભી હોવાની માહિતી મળી રહે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહની કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ બપોરના સમયે બની હતી.

ખડકપુર ગામના વણઝારા ફળિયામાં રહેતા પ્રતિકભાઇ વણઝારા બાઈક પર તેમના ભાભી દક્ષાબેન વણઝારાને લઈને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન સરકારી રેફરલ હોસ્પિટલ ની સામે પુરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટના ટ્રેલર ચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે પ્રતિકભાઇ અને તેમના ભાભી દક્ષાબેન નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ તેને એક ટોલનાકા પાસે પકડી પાડવામાં આવ્યો હતો તેવી માહિતી મળી રહે છે. એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારમાં એક સાથે બે અર્થી ઉઠતા આખું પરિવાર રડી પડ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે આવી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જઈ રહેલા દિયર-ભાભીને સિમેન્ટના ટ્રેલરે કચડી નાખ્યા, બંનેના ઘટના સ્થળે મૃત્યુ…એક હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*