6 બહેનોના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, દીકરો દુનિયામાં જન્મે તે પહેલા પિતાનું મૃત્યુ…જાણો સમગ્ર ઘટના

Published on: 4:50 pm, Wed, 28 September 22

દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ જાણીતા ડોક્ટરના દીકરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના ઝુનઝુંનું જિલ્લામાં બની હતી.

અહીં જાણીતા ડોક્ટર સાહેબ રામ વર્માના 31 વર્ષીય દીકરા સૌમ્યાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

સૌમ્યાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા સૌમ્યાના પિતા ડોક્ટર સાહીબ રામ ખૂબ જ જાણીતા ડોક્ટર છે.

સમગ્ર ઘટનાને લઈને જાણવા મળ્યું કે, જે દિવસે ઘટના બની તે દિવસે સૌમ્યા લાંબા સમય સુધી પોતાની રૂમમાંથી બહાર આવ્યો ન હતો. તેથી પરિવારના લોકો રૂમનો દરવાજો ખખડાવે છે ત્યારે અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. છેવટે પરિવારના લોકો જ્યારે દરવાજો તોડે છે. ત્યારે રૂમની અંદરથી સૌમ્યાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર સૌમ્યા પોતાના ઘરની નજીક કાપડ નો શોરૂમ ચલાવતો હતો. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેની પત્ની જ્યોતિ સાત મહિનાની ગર્ભવતી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો સૌમ્યા 6 બહેનોનો એકનો એક ભાઈ હતો. એકના એક ભાઈનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "6 બહેનોના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, દીકરો દુનિયામાં જન્મે તે પહેલા પિતાનું મૃત્યુ…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*