અમદાવાદ-મહેસાણા હાઈવે પર એક બોલેરોએ કારને લગાવી જબરદસ્ત ટક્કર, એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…

Published on: 10:18 am, Sat, 21 May 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં આખો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર બે કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલા કડીના ગણેશપુરા નજીક પેટ્રોલ પંપ સામે બની હતી.

આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં મીણા દેવીલાલ મહાવીર પ્રસાદનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મીણા દેવીલાલ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં આંબલિયાસણમાં રહેતા હતા.

મળતી માહિતી અનુસાર અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલા કડી તાલુકાના ગણેશપુરા પેટ્રોલ પંપ પાસે રાત્રે i-20 કાર નંદાસણથી આંબલિયાસણ તરફ જતા હતા. ત્યારે મીણા દેવીલાલની કારને પાછળથી એક બોલેરો કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર મીણા દેવીલાલ અને મનોજભાઈ પ્રજાપતિ ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં મીણા દેવીલાલને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.

તેમના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મીણા દેવીલાલનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ-મહેસાણા હાઈવે પર એક બોલેરોએ કારને લગાવી જબરદસ્ત ટક્કર, એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*