લગ્નના 3 મહિના બાદ એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યું, મહિલાના પિતાએ કહ્યું એવું કે, સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

Published on: 12:41 am, Fri, 20 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર લગ્નના 3 મહિના બાદ એક મહિલાનો જીવ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, દહેજના પાંચ લાખ રૂપિયા ન આપવામાં આવ્યા તેથી પતિ અને સાસરિયાઓએ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોનો આરોપ છે કે, સાસરિયાઓ હંમેશા તેમની દીકરી સાથે માથાકૂટ કરતા હતા. અને હવે ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર ત્રણ મહિના પહેલા પ્રિયંકા નામની યુવતીના લગ્ન અનિલ ગુપ્તા સાથે થયા હતા. તે માહિતી અનુસાર પ્રિયંકાનો પતિ અનિલ હાર્ડી નાદવા પંચાયતનો ઉપમુખિયા છે.

મળતી માહિતી અનુસાર લગ્ન બાદ સાસરિયાઓએ દહેજમાં બાકી રકમના નામે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મહિલાના પરિવારજનોનું કહેવું છે કે સાસરિયાઓએ તેમની દીકરીનું ગળું દબાવીને જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર સાસરિયાઓ પુત્રવધૂને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

ત્યાં હાજર ડોક્ટરે પુત્રવધૂને મૃત જાહેર કરી હતી. આ ઘટના બન્યા બાદ સાસરિયાઓ પુત્રવધુનુ મૃતદેહ ત્યાં જ મુકીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી છે. 5 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા અને અનિલ ના લગ્ન થયા હતા.

સમગ્ર ઘટનાને લઇને યુવતીના પિતાએ જણાવ્યું કે, જમાઈ ફોન કરીને કહ્યું હતું કે તમારી દીકરીની તબિયત ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મૃત્યુ પામેલી હાલતમાં અમારી દીકરી અમને મળી હતી.

મળતી માહિતી અનુસાર પ્રિયંકા ના ગળા પર નિશાન જોવા મળ્યા હતા. આ નિશાન એવું સૂચવી રહ્યા હતા કે, પ્રિયંકાનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે જમાઈની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કેમ પ્રિયંકાનું મૃત્યુ થયું છે.

ત્યારબાદ પ્રિયંકાના સાસરિયા પક્ષના લોકો પ્રિયંકાનું મૃતદેહ ત્યાં જ મુકીને ભાગી ગયા હતા. રાત્રે જ્યારે એક વાગ્યાની આસપાસ પ્રિયંકાનું પરિવાર ત્યાં પહોંચ્યું ત્યારે તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!