કાર અને ટ્રક સામસામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 યુવકનું મૃત્યુ, 3 યુવક ઇજાગ્રસ્ત…

Published on: 10:33 am, Sat, 21 May 22

શુક્રવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કાર અને ટ્રક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મહાનગરમાં નેશનલ હાઇવે પર બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને બિકાનેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સવારે 4 યુવકો કારમાં શ્રીગંગાનગર બાજુ આવી રહ્યા હતા. આ દરમિયાન બિકાનેર તરફથી આવતા ટ્રક એક કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેમાં ચારેય યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

જ્યારે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં 25 વર્ષા દેવકરણ નાથાનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ઓવરટેઇક કરતી વખતે ટ્રક ચાલકે કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકને કબજે કરી લઈને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!