ખેડામાં માત્ર 15 વર્ષની દીકરીનો 42 વર્ષના વ્યક્તિએ જીવ લઈ લીધો, દીકરી જ્યારે દુકાન પર ઠંડા પાણીની બોટલ લેવા ગઈ હતી ત્યારે…

Published on: 2:05 pm, Thu, 18 August 22

ખેડામાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ભર બજારમાં એક પંદર વર્ષની દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ખેડા જિલ્લાના માત્રા તાલુકાના ત્રાજ ગામમાં બની હતી.

મળતી માહિતી અનુસાર બાળકી પોતાની બહેનપણી સાથે ગામની દુકાને ઠંડા પાણીની બોટલ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના 42 વર્ષીય રાજુ પટેલે નામના વ્યક્તિએ ધારદાર દીકરી ઉપર પ્રહાર કર્યા હતા. આટલું જ નહીં પરંતુ આરોપી રાજુ પટેલે ગામના લોકોની નજરની સામે ધારદાર વસ્તુ દીકરીનો જીવ લીધો હતો.

આ ઘટનામાં દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દીકરીના પરિવારના લોકો અને ગામના લોકોએ આરોપી રાજુ પટેલને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ભોગ બનેલી દીકરીનું નામ કૃપા હતું અને તેની ઉંમર માત્ર 15 વર્ષની જ હતી.

લગભગ સાંજે 07:00 વાગ્યાની આસપાસ કૃપા જ્યારે ગામમાં આવેલી દુકાન પર ઠંડા પાણીની બોટલ લેવા ગઈ, ત્યારે રાજુ પટેલે ધારદાર વસ્તુ વડે કૃપા ઉપર પ્રહાર કર્યા હતા. આ કારણોસર કૃપા નું કારણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ ગામના લોકો બાળકીને સારવાર માટે તાત્કાલિક ખેડાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે કૃપાને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કૃપાના પરિવારજનોની માંગ છે કે આરોપી રાજુ પટેલને તાત્કાલિક ફાંસીની સજા મળે.

કૃપાના મૃત્યુના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. 15 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકો આ માતમ છવાઈ ગયો હતો. હવે તમે જ કોમેન્ટ કરીને જણાવો કે આવા આરોપી સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેડામાં માત્ર 15 વર્ષની દીકરીનો 42 વર્ષના વ્યક્તિએ જીવ લઈ લીધો, દીકરી જ્યારે દુકાન પર ઠંડા પાણીની બોટલ લેવા ગઈ હતી ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*