ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં જોવા મળતો “કમો” કોણ છે અને કયા ગામનો છે તે જાણો… શા માટે કમો દરેક ડાયરામાં…

Published on: 1:07 pm, Thu, 18 August 22

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાની નામના કમાઈ ચૂક્યા છે.એ વ્યક્તિ એટલે કે ઈશ્વરનું પરમ અંશ પણ કહી શકે એવા મનો દિવ્યાંગ કમો. વાત જાણે એમ છે કે આ કમાને નાના બાળકથી લઈને વૃદ્ધ લોકો પણ ઓળખે છે.

કિર્તીદાન ગઢવી ને તો તમે ઓળખતા હશો જેમની સાથે જ આ કમાનો ખાસ લગાવ છે. કમા વિશે તો તમે ભાગ્યે જ જાણતા હશો ત્યારે આજે આપણે વાત કરીએ તો આ કમો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પંખી કોઠારીયા ગામમાં આવેલા એક સંત શ્રી વજા ભગત ના રામ રોટી આશ્રમમાં રહે છે.

જ્યારે પૂજ્ય પૂજા ભગત ની પુણ્યતિથિ હતી તે દરમિયાન એક ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારે અહીં ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી ઘણા એવા વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા.એવામાં જ સૂરના આરાધક એવા કિર્તીદાન ગઢવી કે જેમનો જ ડાયરો હતો.

તેમણે જ્યારે કમો નાનપણથી જ મંદબુદ્ધિ દિવ્યાંગ એટલે આખો દિવસ આ રામરોટી આશ્રમમાં રહેતો અને આનંદ કિલ્લોલ કરતો હતો. હાલ તો જ્યારે આ આશ્રમમાં ડાયરો હતો.તે દરમિયાન કમાયે ડાન્સ કર્યો હતો જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ ગયો છે અને આ કમો રાતોરાત સેલિબ્રિટી બની ગયો.

એટલું જ નહીં પરંતુ નાનપણથી પૂજ્ય મોરારીબાપુની કથા હોય કે રામામંડળ હોય કે પછી રામધૂન હોય એ દરમિયાન કમાની હાજરી તો હોય જ.જ્યારે પણ કિર્તીદાન ગઢવી ને ડાયરાનો પ્રોગ્રામ હોય ત્યારે કમા ની હાજરી તો ફરજિયાત હોય જ છે.

અને આ સાથે ડાયરામાં કમાલનું સ્વાગત 2000 ની નોટ થી સન્માન થાય અને પછી કમાણી ફરમાઈશ “રસિયો રૂપાળો….. ઘેર જાવું ગમતું નથી” એવી બધી ફરમાઈશો સાથે કમો બધા જ ડાયરામાં હાજર રહે છે. ખરેખર તો આ કમાનો નિખાલસપણું અને તેનો સ્વભાવ બધા જ લોકોને લોકપ્રિય બની જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં જોવા મળતો “કમો” કોણ છે અને કયા ગામનો છે તે જાણો… શા માટે કમો દરેક ડાયરામાં…"

Leave a comment

Your email address will not be published.


*