સુરતમાં 25 વર્ષના યુવકે ઘરે એકલતાનો લાભ ઉઠાવીને ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… રાત્રે પ્રેમિકા સાથે વાત કરતો હતો અને પછી…

Published on: 4:17 pm, Tue, 8 August 23

સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહે છે. સુરતના હજીરા વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે ગળાફાંખો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જીવનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં તો યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે પ્રેમિકા સાથે વાત કર્યા બાદ યુવકે સુસાઇડ કરી લીધું છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિગંબર બઈશોય હતું અને તેમની ઉંમર 25 વર્ષની હતી. તેઓ સુરતના હજીરા વિસ્તારમાં પોતાના મોટાભાઈ સાથે રહેતા હતા. જ્યારે દિગંબરના માતા પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે.

દિગંબર સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી ભાડાની રૂમમાં રહે છે અને સુરત એરપોર્ટ ખાતે આવેલા ગીતા રેસ્ટોરન્ટમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. રાત્રિના સમયે દિગંબરનો મોટો ભાઈ નયન કામ પર ગયો ત્યારે રૂમ પર દિગંબર એકલો હતો. આ દરમિયાન દિગંબરે એકલતાનો લાભ ઉઠાવીને રૂમના છતના હુક સાથે ગમછો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

ઘટનાની જાણ થતા જ મોટો ભાઈ તાત્કાલિક રૂમ પર દોડી આવ્યો હતો. નાના ભાઈને લટકે હાલતમાં જોઈને મોટો ભાઈ આઘાતમાં સરી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલમાં તો દિગંબરે કયા કારણોસર સુસાઇડ કર્યું હશે તેની કોઈ પણ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ એવી આશંકા છે કે રાત્રે તે પોતાની પ્રેમિકા સાથે ફોન પર વાત કરતો હતો અને પછી તેને સુસાઇડ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 25 વર્ષના યુવકે ઘરે એકલતાનો લાભ ઉઠાવીને ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… રાત્રે પ્રેમિકા સાથે વાત કરતો હતો અને પછી…"

Leave a comment

Your email address will not be published.


*